જન્માષ્ટમીના દિવસે મંદિરેથી આ એક વસ્તુ ઘરે લઈ આવો, તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે

મિત્રો આપણે જાણીએ છીએ કે જન્માષ્ટમીનો પર્વ હવે થોડા જ સમયમાં આવી રહ્યો છે ત્યારે દેશના ખૂણે-ખૂણે કૃષ્ણ ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે.

મિત્રો આપણે એક એવી વસ્તુ વિશે આજે વાત કરીશું જે ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે અને જાણીશું કે જન્માષ્ટમીના દિવસે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે.

ભગવાન કૃષ્ણને એકવાર યુધિષ્ઠિરે એવો પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય એના માટે શું કરવું જોઈએ?

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે એવી કેટલીક પવિત્ર વસ્તુઓ છે જેને આપણે ઘરમાં રાખીએ તો ઘરમાં હંમેશાં લક્ષ્મીજીનો સ્થાયી નિવાસ થાય છે. આ વસ્તુઓમાં ઘી, પાણી, મધ, ચંદન અને વાંસળીનો સમાવેશ થાય છે.

ઘરમાં નિયમિત રીતે ઘીનો દીવો કરવામાં આવે અને ભગવાનને ઘીમાંથી બનાવેલો પ્રસાદ ધરાવવામાં આવે તો તે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

બજારમાં મળતું ઘી તમારે વાપરવાનું નથી, તમારે સૌથી શ્રેષ્ઠ છે તેવું ગાયનું ઘી વાપરવાનું છે અને પૂજામાં પણ હંમેશા ગાયના ઘીનો જ ઉપયોગ કરવો.

જો તમારી કમાણી ઓછી હોય અને તેમાં પણ તમારે બચત કરવી હોય તો હંમેશા બાથરૂમમાં એક ડોલ પાણી ભરેલી રાખી મૂકવી જોઈએ જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે તેમને પાણી અવશ્ય આપો તેનાથી અશુભ ગ્રહોની અસર ઓછી થઈ જાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં નકારાત્મક ઊર્જા રહેતી હોય તો મધ તેને ખતમ કરી નાખે છે એટલા માટે ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ અને મંદિરમાં અથવા કોઈપણ ચોખા સ્થાન ઉપર રાખી દેવું તેનાથી વધારે ખર્ચમાં પણ ઘટાડો થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.