જન્માષ્ટમી ઉપર ચુપચાપ આ જગ્યાએ રાખી દો એક રૂપિયાનો સિક્કો, 24 કલાકની અંદર જ જોવા મળશે ચમત્કાર, બની જશો કરોડપતિ

આખા દેશમાં હાલમાં જન્માષ્ટમીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી ઉપર વિશેષ સંયોગ બની રહ્યો છે. હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું ખૂબ જ મહત્વ છે અને તેને ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનના મંદિરમાં મોટું આયોજન કરવામાં આવતું હોય છે અને રાત્રે 12 વાગ્યા સુધી બધા મંદિરો ખુલ્લા રહે છે અને રાતના સમયે ભગવાનનો જન્મ થાય છે ત્યારે નંદ ઉત્સવ મનાવવામાં આવે છે અને કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવે છે અને અનેક પ્રકારના ભોગ પણ ચઢાવવામાં આવે છે.

કૃષ્ણ જન્માષ્ટમીની રાત ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ માનવામાં આવે છે એટલા માટે આ રાત્રે જો કરવામાં આવેલો ઉપાય ખૂબ જ કારગર સાબિત થાય છે.

આ દિવસે જો ઉપાય કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયક સાબિત થાય છે અને વ્યક્તિની મનોકામના પણ પૂર્ણ થાય છે જેના ઘરમાં ખૂબ જ પૈસાની તંગી રહેતી હોય અને જે લોકો પોતાનું ઘર પૈસાથી છલોછલ ભરાઈ જાય તેવું ઇચ્છતા હોય તે લોકોએ જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરવો જોઈએ.

દીવો :

જન્માષ્ટમીની સાંજે તુલસીનું પૂજન કરો અને તુલસીના છોડ ઉપર લાલ ચુંદડી ઓઢાડો અને તેની સામે દીવો પ્રગટાવો અને દીવા પ્રગટાવ્યા બાદ તુલસીની સામે બેસીને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી તમારી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે અને ઘરમાં ધન, સમૃદ્ધિ આવશે.

ફળ અને અનાજ :

જન્માષ્ટમીના દિવસે દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો તમે જન્માષ્ટમીના ઉપવાસનું ફળ પ્રાપ્ત કરવા માંગો છો તો આ દિવસે તમારે ગરીબોને ફળ અને અનાજનું દાન અવશ્ય કરવું જોઈએ.

આ દાન કરવા માટે તમે કોઈ પણ ધાર્મિક જગ્યા પર કે મંદિર અને ધાર્મિક સ્થળોએ જઈને ગરીબ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરી શકો છો.

આ ઉપરાંત જો શક્ય હોય તો કોઈ જ્યોતિષ ને પૂછી ને પણ તમે દાન કરી શકો છો.

શંખ :

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ગોપાળ રૂપનો અભિષેક કરો અને એક શંખમાં દૂધ ઉમેરીને યોગ્ય રીતે કરો.

અભિષેક કર્યા બાદ માતા લક્ષ્મીજીની પૂજા કરો. ભગવાન શ્રીકૃષ્ણને મહાલક્ષ્મીની કૃપાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની જશે અને ક્યારે પણ પૈસાની કમી નહી આવે.

સિક્કો :

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે પૂજા સ્થળ ઉપર અમુક સિક્કાઓ મૂકી દો અને પૂજા શરૂ કરો.

પૂજા પૂર્ણ થયા પછી તે સિક્કાને લઈને પોતાના પર્સમાં રાખી દો અથવા હંમેશના માટે પોતાની સાથે રાખો.

એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે.

કોડી :

જન્માષ્ટમીના તહેવારો પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા શરૂ કરો તે પહેલા 11 કોડીઓને પીળા વસ્ત્રમાં બાંધીને માતા લક્ષ્મીની મૂર્તિની પાસે રાખી દો અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને મહાલક્ષ્મીજીની પૂજન કરો.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કોડીઓ મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. પૂજા પૂર્ણ થયા બાદ આ કોડીઓની પોટલીને પોતાની તિજોરીમાં રાખી દો. માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર અપરંપાર થશે અને તમારા ધનમાં વૃદ્ધિ થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.