દેવભૂમિ દ્વારકાના મધદરીએ 400 ટન વજનનું જહાજ ડૂબી ગયું : જુઓ વિડિયો

ભારતીય સમુદ્રમાં ગુજરાતનું જહાજ ડૂબી ગયું હોવાની માહિતી સામે આવી છે.

દેવભૂમિ દ્વારકાના સલાયાથી પોરબંદર જવા નિકળેલુ ગોસે જિલાની નામનું માલવાહક જહાજ દરિયામાં ડૂબી ગયું.

આ માલવાહક જહાજ સલાયાથી પોરબંદર જવા માટે નીકળ્યું હતું ત્યારે મધદરિયે આ પ્રકારનો અકસ્માત થયો હતો.

મધદરિયે 400 ટન વજનનું આ જહાજ ડૂબી ગયું હતું. આ ઘટનાની જાણ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી જેથી કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક મદદ આવી પહોંચી હતી.

ડૂબતા જહાજમાંથી છ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા જેથી ખલાસીઓના પરિવારજનો અને જહાજ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.

હજુ સુધીમાં જહાજ ડૂબવાનું કારણ સામે આવ્યો નથી. જહાજ ડૂબવા લાગતાં જ છ ખલાસીઓ તરાપાના સહારે દરિયામાં કૂદી પડયા હતા.

જેની જાણ નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય જહાજને થતા તેમના દ્વારા તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

આ જહાજ ડૂબવાનો અને બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.