આ છોડના પાન ચાવવાથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

મિત્રો આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ ઘરે ઘરે પહોંચી ગઇ છે. દરેક ઘરમાં ડાયાબિટીસના દર્દીઓ જોવા મળે છે. દેશમાં એવું કોઈ ઘર બાકી નહિ હોય કે જ્યાં ડાયાબિટીસના દર્દી ના હોય.

ડાયાબિટીસમાં માત્ર વૃદ્ધ અને ઉંમરલાયક લોકો જ હેરાન થાય છે એવું નથી, આજકાલ તો આ બીમારી યુવાનોને, નાના બાળકોને પણ થવા લાગે છે.

ડાયાબિટીસ શરીરની ઇમ્યુનિટીને ખૂબ જ ઓછી કરી નાખે છે જેને કારણે વ્યક્તિને ઘણી બીમારીઓનો પણ સામનો કરવો પડતો હોય છે.

જો મિત્રો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો હવે તમારે હેરાન થવાની જરૂર નથી કેમકે તમે ઈચ્છો તો દવા સિવાય ઇન્સ્યુલિનના છોડનો પણ વપરાશ કરી શકો છો.

ઔષધીય ગુણોથી ભરપૂર ઇન્સ્યુલિન પ્લાન્ટ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. હવે આપણે જાણીશું કે સેવન કઈ રીતના કરવું.

ઇન્સ્યુલિનનાં પાંદડામાં એવા ગુણધર્મો રહેલા છે જે લોહીમાં સુગરના સ્તરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે તેમાં પ્રોટીન, ટેર્પેનોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એસ્કોર્બિક એસિડ, આયર્ન, બી-કેરોટીન, કોરોસોલિક એસિડ સહીત અનેક પોષક તત્વો રહેલા હોય છે.

ડોક્ટર દ્વારા પણ એવી ભલામણ કરવામાં આવે છે કે એક મહીના સુધી દરરોજ આ છોડનું એક પાન ચાવવું જોઈએ.

આ છોડના પાનને ચાવવાથી તમારા શુગર લેવલને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

આ ઉપરાંત આ છોડના પાંદડા કાર્સોલીક એસીડથી સમૃદ્ધ છે જેને કારણે ખાંસી, શરદી, ઇન્ફેક્શન, આંખોની બીમારી, અસ્થમા, ફેફસા, કબજીયાત જેવા અનેક રોગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રોજ એક પાન એક મહિના સુધી ચાવવું જોઈએ અને તમે ઈચ્છો તો તેને પાવડરના રૂપમાં પણ લઈ શકો છો.

પાવડર બનાવવા માટે આ છોડના પાંદડા લો અને તેને છાયામાં સૂકવો ત્યારબાદ આ સૂકા પાંદડાને પીસીને પાવડર બનાવી લો. દરરોજ એક ચમચી પાઉડર લેવાથી તમારૂ શુગર લેવલને કંટ્રોલમાં રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.