દેશમાં આવશે કુદરતી સંકટો : હવામાન વૈજ્ઞાનિકોનું મોટું એલર્ટ, થઈ જાવ સાવધાન

ચોમાસુ પૂર્ણ થયા પછી પણ ભારતના દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.

ખાસ કરીને દરિયા કિનારાના રાજ્યો અને તેની નજીકના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ અને પૂરની ઘટનાઓ વધી જાય છે.

આ દરમિયાન એક હવામાન વૈજ્ઞાનિક દ્વારા સમુદ્રમાં થનારી અસામાન્ય હલચલના કારણે આવનારા દિવસોમાં દેશમાં ચક્રવાત, પુર, તોફાન અને સૂકા દુકાળ વગેરે જેવી ઘટનાઓમાં વધારો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વૈજ્ઞાનિક સ્વપ્ન પનીકલે ચેતવણી આપી છે કે સમુદ્રીય સ્તર પર થતા ઉતાર-ચઢાવથી ભારતના દરિયા કિનારાના રાજ્યોમાં મોટી તૈયારી રાખવી પડશે.

તેમણે એમ પણ કહ્યું કે 1870 થી 2000 ની વચ્ચે સમુદ્રના સ્તરમાં પ્રતિવર્ષ 1.8 mm નો વધારો થયો છે.

ગ્લેશિયરના પીગળવાના કારણે અને સમુદ્રના પાણી પર ગરમીના પ્રભાવના કારણે સમુદ્રની સપાટીમાં વધારો થયો છે.

મહાસાગર પર્યાવરણના 91 ટકાથી વધારે ગરમી શોષે છે. મહાસાગરો પાસે પૃથ્વી પર હાજર અન્ય ઘટકોની સરખામણીએ સૌથી વધારે તાપ ક્ષમતા રહેલી છે.

આ ઉપરાંત અરબસાગર સહિત હિંદ મહાસાગરમાં પણ સમુદ્રની સપાટી વધવાનું અનુમાન છે.

2050 સુધીમાં હિંદ મહાસાગરના સમુદ્ર સ્તરમાં 15 થી 20 સેમી વધારો થવાની શક્યતા છે જે ખૂબજ ચિંતાની વાત છે.

વૈજ્ઞાનિકે જણાવ્યું કે સમુદ્ર સ્તરમાં અતિશય વધારાને કારણે આવનારા દિવસોમાં અનેક ભયંકર ચક્રવાતો આવવાની શક્યતા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.