હોળીના દિવસે તિજોરીમાં રાખી દો આ એક વસ્તુ, ધનના ભંડાર ભરાઈ જશે

મિત્રો હોળીકા દહન દરમિયાન ઘરના દરેક સભ્યોએ હાજર રહેવું જોઇએ અને ખાસ કરીને હોળીમાં ઘઉં, ચણા, વટાણા, અથવા અળસી ચડાવીને સાત પરિક્રમા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં પવિત્રતા આવે છે.

પરિવારમાં જો કોઇ દુઃખ હોય અને તેને દૂર કરવું હોય તો ઘરના વડીલ દ્વારા હોળીકામાં ઘીમાં પલાળેલું લવિંગ, પતાસું અને પાન ચડાવવું જોઈએ અને ત્રણ પરિક્રમા કરી એક સૂકું નારિયેળ હોમવું જોઈએ.

આ ઉપરાંત હોળીકા દહન સમયે ચાંદીના સિક્કા ઉપર હળદરથી તિલક કરીને તમારું ધન હોય તે જગ્યાએ મૂકી દો આવું કરવાથી તમારું ધન ક્યારેય નહીં ખૂટે.

હોલિકાનો પવિત્ર અગ્નિ નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને નકારાત્મકતાથી ઉત્પન્ન થયેલી બદીઓનો પણ નાશ થાય છે.

આ ઉપરાંત હોલિકા દહનમાં જતી વખતે પીળા કપડામાં હળદરનો ટુકડો બાંધીને લઈ જાઓ અને તેને અગ્નિમાં પધરાવવાથી દોષ દૂર થાય છે.

તમે જે જગ્યા પર નોકરી, ધંધો કરતા હો એટલે કે તમારી દુકાન, ઓફિસ અથવા જે જગ્યાએ તમારો વ્યવસાય હોય તે જગ્યા પર ગોમતી ચક્રને લાલ કપડામાં વીંટાળીને મંદિરમાં રાખવામાં આવે તો હંમેશા પ્રગતિ થાય છે.

બે ગોમતી ચક્ર લઈને એક સાફ કપડાંમાં બાંધી લો ત્યારબાદ તેની પોટલી બાંધીને ધંધા કે વ્યવસાયના પ્રવેશ દ્વાર પર લટકાવી દો જેથી તેની હકારાત્મક અસર જોવા મળશે અને વ્યવસાય ધંધામાં વૃદ્ધિ થશે.

હોળી સમયે સતત ભગવાન વિષ્ણુના “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તેમને દરેક કામમાં સફળતા મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.