હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની મોટી આગાહી : આ વર્ષે ગરમી ભુકા બોલાવશે, ભારે વરસાદ-વાવાઝોડાની શક્યતા

મિત્રો હોળીના તહેવારનું આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વ છે અને આ ઉપરાંત હોળીમાં પવનની દિશાનું પણ ખુબ જ મહત્વ માનવામાં આવે છે.

હોળીમાં પવનની દિશા  શાંતિ, સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય છે.

આ ઉપરાંત વરસાદને લઈને અને ખાસ કરીને હવામાનને લઈને પણ આગાહી હોળીના પવન પરથી કરવામાં આવે છે.

હોળીના પવનની દિશા પરથી વરસાદ તેમજ દુકાળનું પણ અનુમાન લગાવી શકાય છે.

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાઓ અને પવનની દિશા ઉપરથી વરસાદ અને ગરમીના વર્તારા કરવામાં આવ્યા છે.

આ વર્ષની હોળીની જ્વાલાને જોઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે જ્વાળાઓ વાયવ્ય દિશા બાજુ દેખાય છે જેથી ચોમાસાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

તેમ જ આ વર્ષ દરમિયાન આંધીઓનું પ્રમાણ વધશે અને સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી પણ શક્યતા છે.

બીજી તરફ આ વખતે ઉનાળો કાળજાળ રહે તેવા પણ એંધાણ છે.

અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે અને 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46-47 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને વધારે ગરમીને કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાનો પણ આવશે.

આ વખતે હોળીમાં વિષ્ટિ યોગ પણ જોવા મળી રહ્યો છે આ યોગને કારણે યુદ્ધ, ભય, આતંકી ઘટના વગેરે જેવી ઘટનાઓ બનવાના પૂરેપૂરા એંધાણ છે.

આ ઉપરાંત ધુળેટીના દિવસે સંપૂર્ણ કાલસર્પ યોગ છે જે યુદ્ધ, ભય લાવી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.