હોળીના દિવસે કરો આ ઉપાય માતા લક્ષ્મી દોડતા દોડતા આવશે!!

મિત્રો આપણે જાણીએ છીએ કે હોળીનો તહેવાર હવે ટૂંક સમયમાં આવવાનો છે.

આ દિવસે લોકો એક બીજાને રંગ અને ગુલાલ લગાવીને રંગોની ઉજવણી કરે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી તમારા ઘર અને પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને પરિવારમાં ખુશી આવે છે.

એક જ્યોતિષ આચાર્યના કહ્યા પ્રમાણે હોળીના દિવસે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ ઉપાય કરવામાં આવે છે આ ઉપાય કરવાથી પૈસા અને અનાજ વધશે અને ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે.

હોળીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને ઘરના મંદિરની સફાઈ કરો અને માતા લક્ષ્મીજીની પૂજા કરો.

પૂજા સામગ્રીમાં લાલ અથવા રંગીન ફૂલો, ચોખા, ગુલાબી ગુલાલ અને ભોગ લગાવવા માટે સફેદ કે ગુલાબી મીઠાઈ, કેળા વગેરે ફળનો ઉપયોગ કરો.

માતા લક્ષ્મીજીની મૂર્તિને ગંગાજળથી નવરાવીને કંકુનું તિલક લગાવીને ગુલાલ અર્પણ કરો અને અક્ષત ચોખાને ગંગાજળમાં ભીના કરીને અર્પણ કરો.

ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીજીની આરતી કરો અને પછી પ્રાર્થના કરો કે આ હોળીથી આગામી હોળી સુધી તમારા ઘરમાં શાંતિ અને ખુશીઓ રહે આવું કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર રહેશે.

જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે હોળીના દિવસે ગુલાબી હર્બલ ગુલાલના 11 પેકેટ લો અને તેને ગરીબ બાળકોમાં વહેંચી દો.

આ ઉપાય સવારમાં કરવાથી તમારા જીવનમાંથી બધી કટોકટી દૂર થઈ જશે અને ઘરમાં ખુશીઓ આવશે.

આ દિવસે તમે પિચકારી અથવા હોળીને લગતી સામગ્રી ખાવા-પીવાનું દાન પણ કરી શકો છો જેથી તમારા જીવનની સંપત્તિમાં વધારો થશે અને પ્રગતિ માટે નવી તકો ઉત્પન્ન થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.