તમારી પાસે પણ ધન નથી ટકતું તો હોળીના દિવસે આ એક પોટલીનો ઉપાય કરો, ધનનો વરસાદ થશે

મિત્રો હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કેમકે આ દિવસે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદની સ્વયં ભગવાન દ્વારા રક્ષા કરવામાં આવી હતી.

હોળીનાં બિજા દિવસે રંગોનો તહેવાર ધુળેટી મનાવીને લોકો આનંદિત થાય છે.

હોળીના દિવસે હોળી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અવસર આપે છે.

જો આ દિવસે થોડા સરળ ઉપાય કરવામાં આવે તો તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે પૈસા પણ આવે છે.

નોકરી અને ધંધામાં લાભ મેળવવા માટે કરો આ ઉપાય:

હોળીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ અને રાધા-કૃષ્ણની પૂજા કરો.

આ પછી સાંજના સમયે પરિવારના કોઈ એક સભ્યએ એક નારિયેળ લઈને આખા પરિવાર પર ફેરવી લેવાનું છે અને તેને હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરી દેવાનું છે.

આ ઉપાય કરવાથી પૈસા મેળવવાનાં ઘણા બધા રસ્તા ખુલી જશે.

હોળીના દિવસે દાનનો પણ ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે દાન કરવામાં આવે તો તેના લાભ ઘણા મળે છે.

હોલિકા દહનના દિવસે દાન કરવાથી ધનની ઊણપ દૂર થાય છે અને આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

જો તમે કોઇ આર્થિક સંકટમાં ફસાઈ ગયા હો અથવા આર્થિક સમસ્યા ખતમ થવાનું નામ નથી લઈ રહી તો હોલિકા દહન પહેલા લાકડાના ઢગલાનું પૂજન કરો અને તેને મીઠાઈ અને ફળ પણ ચઢાવો.

ત્યારબાદ હોલિકા દહન આ સમયે હોલિકાને ઘઉં, વટાણા અને ચણા અર્પણ કરો.

ઘરની સ્ત્રી દ્વારા આ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.