હોળી ઉપર આ 7 માંથી કોઈ 1 વસ્તુ રાખો તમારા પર્સમાં : ચારે દિશામાંથી આવશે ધન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
મિત્રો બધા લોકો હાલમાં પૈસા કમાવવા માટે ભાગદોડ કરતા હોય છે, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પાસે પુષ્કળ ધન અને સંપત્તિ હોય ખ્યાતિ હોય.
ઘણી વખત વધુ સંપતિ ના હોય તો પણ એટલી તો હોવી જોઈએ કે જેથી જીવન સારી રીતે જીવી શકાય.
ઘણા એવા લોકો હોય છે જેમની પાસે લાંબા સમય સુધી પૈસા ટકતા નથી.
સવારમાં તેમના પર્સમાં પૈસા ભરેલા હોય છે અને પરંતુ સાંજે થોડા જ પૈસા બચતા હોય છે.
જો આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો શાસ્ત્રો પ્રમાણે થોડાક ઉપાય અચુક કરવા જોઇએ જેથી તમારી પાસે હંમેશા પૈસા રહેશે અને તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ 7 વસ્તુઓમાંથી કોઈ 1 વસ્તુને જો તમે તમારા પર્સમાં રાખશો તો ક્યારેય પૈસાની કમી નહી આવે.
1. લાલ રંગનો કાગળ :
તમારે લાલ રંગનો કાગળ લેવાનો છે જેમાં તમારે તમારી ઈચ્છા લખવાની છે પછી તેને રેસમના દોરાથી બાંધીને પર્સમાં મુકી દો આવું કરવાથી તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે.
2. ચોખા :
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ધાન્ય અને ધન બન્ને એક સમાન ગણવામાં આવે છે. જો તમે પર્સમાં એક ચમચી ચોખા રાખો છો તો તે વધારાના ખર્ચને ઘટાડે છે.
3. માતા લક્ષ્મીનું ચિત્ર :
જો તમે તમારા પર્સમાં મા લક્ષ્મીની તસ્વીર રાખો છો કે જેમાં માતા મુદ્રામાં બેઠેલા હોય તો આનાથી તમને ચોક્કસ લાભ થશે અને ક્યારેય પૈસાની કમી નહીં થાય.
4. પીપળનું પાન :
પીપળ અને તુલસી બંને હિન્દુ ધર્મમાં પૂજનીય છે એટલા માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સમાં પીપળનું પાન રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શુભ મુહૂર્તમાં પીપળાના પાનને શક્તિ આપ્યા પછી તેને નોટની સાથે પર્સમાં રાખવામાં આવે તો તમારુ પર્સ હંમેશા ભરેલુ રહેશે અને ક્યારેય કોઈ આર્થિક મુશ્કેલી નહીં આવે.
5. ચાંદીનો સિક્કો :
જો તમારી પાસે ચાંદીનો સિક્કો હોય તો તમે તમારા પર્સમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
પર્સમાં સોના ચાંદીનો સિક્કો રાખતા પહેલા તેને ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીના ચરણોમાં રાખો.
6. ગોમતી ચક્ર :
જો તમે તમારા પર્સમાં ગોમતીચક્ર રાખો છો કે જે વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે અને તમારા ધનની કમીને પૂરી કરશે.
7. રુદ્રાક્ષ :
જો તમે રુદ્રાક્ષ પર્સમાં રાખો છો અથવા ધારણ કરો છો તો તમારી દરિદ્રતા દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે.
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.
આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.
ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.
જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.