હોળી-ધુળેટી ઉજવતા પહેલા જાણી લેજો આ નિયમો : જાહેરનામું પ્રસિદ્ધ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઘણા દિવસથી કોરોનાના કેસો ઘટી ગયા છે.

કેસોની વાત કરીએ તો લગભગ રાજ્યમાં 30 થી 40 ની આસપાસ નોંધાઈ રહ્યા છે ત્યારે કોરોનાના નિયમો અને નિયંત્રણોમાં ભારે છૂટ આપવામાં આવી છે.

ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર અજય શ્રીવાસ્તવ દ્વારા હોળી ધુળેટીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

તારીખ 17 માર્ચ ના રોજ હોળી અને 18 માર્ચના રોજ ધૂળેટીના તહેવાર ઉજવવામાં આવશે.

મિત્રો આપણે જાણીએ છીએ કે તહેવારોની ઉજવણી કરવા માટે લોકો હોળી-ધુળેટી ઉપર સોસાયટીમાં, શેરીમાં, નાકાએ, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અથવા રસ્તાઓમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

અને આ તહેવારોની ઉજવણી દરમિયાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ, વાહનોમાં આવતાં-જતાં લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે તેના ઉપર રંગ ફેંકવામાં આવે છે.

રંગ મિશ્રિત પાણી અને તૈલી પદાર્થો પણ ફેંકવામાં આવે છે. આવા કૃત્યોથી જાહેર જનતાને મોટી પરેશાનીઓનો સામનો કરવો પડે છે જેથી શહેર વિસ્તારમાં આવા કૃત્ય ઉપર પ્રતિબંધ મૂકવો ખૂબ જ જરૂરી છે.

જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ તારીખ 15 માર્ચથી 22 માર્ચ સુધી હોળી-ધૂળેટીના તહેવારમાં કોઈપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલકતો ઉપર અથવા વાહનોમાં જતા આવતા લોકો ઉપર કાદવ, કીચડ, રંગ અથવા રંગમિશ્રિત કરેલું પાણી અથવા તૈલી અથવા કોઈપણ અન્ય વસ્તુઓ નાખવી કે નખાવવી નહીં.

આ ઉપરાંત હોળી-ધૂળેટીના તહેવાર ઉપર પૈસા ઉઘરાવવા નહીં અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર રસ્તા ઉપર જતા રાહદારીઓને અને વાહનોને રોકવા નહીં અને તેની પાસેથી પૈસા ઉઘરાવવા નહીં.

જો આ હુકમનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી અધિનિયમ 1960 ના અધિનિયમ-45 ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.