ધુળેટી રમ્યા બાદ નદીમાં નાહવા જતા દસ યુવાનોના મોત, વ્યાપી ગઈ અરેરાટી!!

મિત્રો રાજ્યમાં હોળી ધુળેટીના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી અને બધા લોકો પાણી અને રંગોથી હોળી ધૂળેટી રમ્યા હતા.

આપણે જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષથી કોરોનાનું સંક્રમણ વધારે હોવાથી હોળી ધુળેટીના પર્વની ઉજવણી કરી શક્યા ન હતા પરંતુ આ વર્ષે શક્ય બની છે.

ગુજરાતમાં કેટલીક જગ્યા ઉપર ધુળેટીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો કેમકે કેટલીક જગ્યાએ યુવાનોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યમાં ઘણી જગ્યાએ ધુળેટીની ઉજવણી કર્યા બાદ નદીમાં નાહવા પડેલા યુવકોના ડૂબી જતાં મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં અને ગામ પંથકમાં ગમગીનનો માહોલ બની ગયો છે. ગુજરાત રાજ્યમાં કુલ એક જ દિવસમાં 10 લોકોના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે.

ગુજરાતમાં દ્વારકામાં 5, મહિસાગરમા 3 અને હાડોડમાં 2 યુવકોના ડૂબી જતાં મૃત્યુ થયા છે. આમ કુલ 10 યુવાનોનાં ડૂબી જતાં મૃત્યુ થયા છે જેમાંથી હજુ કેટલાક યુવાનોની શોધખોળ ચાલુ છે.

દ્વારકાના ભાણવડમાં ધુળેટીનો પર્વ માતમમાં ફેરવાઇ ગયો હતો. ભાણવડમાં આવેલા ત્રિવેણી સંગમ ખાતે નદીમાં નાહવા પડેલા પાંચ યુવાનો ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા જેથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.

ગામમાં શોકની લાગણી ફરી વળી છે અને આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ચાર યુવકો ડુબ્યા હોવાનું સામે આવ્યું છે જેમાંથી ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી પ્રમાણે વણાકબોરીમાં મેળો ભરાતો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ધૂળેટી રમ્યા બાદ ચારેય યુવકો નદીમાં ન્હાવા પડયા અને આ પ્રકારની ઘટના બની હતી.

મહીસાગર નદીમાં લુણાવાડાના હાડોડ નજીક બે યુવકોના ડૂબી જતાં મૃત્યુ થયા છે, કુલ મહીસાગર નદીમાં છ યુવકો ડુબ્યા છે અને વણાકબોરી નજીક પણ ચાર યુવકો ડૂબ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.