હોળાષ્ટકના પ્રથમ દિવસે આ ત્રણ વસ્તુનો ઉપાય કરો : ઘરમાં આવશે અઢળક પૈસો, તિજોરી છલોછલ ભરાઈ જશે

મિત્રો રંગોનો તહેવાર એટલે હોળી-ધુળેટી જે આપણા જીવનને અનેરા ઉત્સાહથી ભરી દે છે. લોકો આ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.

જો તમે આ તહેવારો ઉપર પૈસાની તંગીને કારણે દુઃખી છો તો આજે આપણે કેટલાક ઉપાયો વિશે જાણીશું જેનો પ્રયોગ કરવાથી તમે તમારી પૈસાની તંગી નિવારી શકો છો.

ધુળેટીની એક રાત પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એક દિવસમાં જો આ પ્રકારનો ઉપાય કરવામાં આવે તો તમારા ઘરમાં પૈસાની તંગી દૂર થાય છે.

આ ઉપાય કરવાથી ફક્ત ધંધા-રોજગારમાં જ નહિ પણ જીવનમાં પણ લાભ મળે છે અને સફળતા પ્રાપ્ત થાય છે.

આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે હોળીના દિવસે પીળા કપડામાં હળદર, ચાંદીનો સિક્કો, 11 ગોમતી, ચક્ર 11 કોડિયો બાંધી 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા હોળીની અગ્નિ ફરતે પ્રદક્ષિણા કરી એ જગ્યાએ જાઓ જ્યાં તમારે વેપાર કરવાનો છે.

આ ઉપાય કરતી વખતે તમારે પાછળ ફરીને જોવાનું નથી ત્યારબાદ આ તમામ વસ્તુઓને એ જગ્યા પર રાખી દેવી જ્યાં તમે પૈસા રાખો છો.

એવો પ્રયત્ન કરો કે આ ઉપાય કરતી વખતે કોઈ વિઘ્ન ન આવે નહિતર આ ઉપાય નિષ્ફળ જશે.

આ ઉપાય કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે, પૈસાની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

આ ઉપરાંત જો તમારો વેપાર મશીન દ્વારા થતો હોય તો હોળીના દિવસે મશીન ઉપર ગંગાજળમાં પીસેલી હળદર અને કેસર મેળવીને સ્વસ્તિક બનાવો.

આ સિવાય હોળીના દિવસે પીળા કપડાંમાં ચાંદીના સિક્કા અને હળદરને બાંધીને દુકાન કે ગલ્લામાં રાખવાથી આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા રહે છે.

આ ઉપરાંત આ દિવસે ગરીબ લોકોને અન્નદાન કરો, વસ્ત્રદાન કરો, બાળકોને પુસ્તક આપો, નાસ્તો કરાવો, ફરવા લઈ જાઓ, ગાયને ઘાસ ખવડાવો, પશુઓને પક્ષીઓને દાણા નાખો.

આ તમામ ઉપાયો કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપા ઊતરે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.