એક ચમચી હિંગમાં હોય છે આટલી બધી તાકાત, હૂંફાળા પાણીમાં નાખીને પીવાથી થાય છે આ આઠ ફાયદાઓ

મિત્રો આપણે ખોરાક બનાવતી વખતે હિંગનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરીએ છીએ.

હિંગમાં રહેલા એન્ટીવાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

હિંગનું પાણી પીવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે.

એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી હિંગ પાવડર મિક્સ કરીને તેને સારી રીતે હલાવી લો ત્યારબાદ તેનું દિવસ દરમિયાન સેવન કરો જેનાથી ખૂબ જ ફાયદો થશે.

હિંગનું પાણી પીવાથી થતા ફાયદાઓ નીચે પ્રમાણે છે:

વજન ઘટાડો :

હિંગ પીવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે જેના કારણે તમારા શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

આ ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

કબજિયાતમાં રાહત :

જો તમારું પેટ બરોબર સાફ નથી આવતું અને કબજીયાતની ફરિયાદ રહે છે તો તમારે રાત્રે સુતા પહેલા હિંગનું પાણી પીવું જોઈએ તેનાથી કબજીયાતમાં રાહત થાય છે અને પેટ પણ સાફ આવશે.

ભૂખ વધારવી :

ઘણા લોકો એવા હોય છે જેને ભૂખ બરાબર લાગતી નથી અથવા સાવ ઓછી લાગે છે તો આવા લોકોએ જમ્યા પહેલા થોડી હિંગ શેકીને તેને આદુ અને માખણ સાથે ખાવી જોઈએ જેથી તમારી ભૂખ વધશે.

કાનના દુખાવામાં રાહત :

કાનમાં દુખાવો થતો હોય તો તલના તેલમાં હીંગ ગરમ કરો પછી તેલના 1 થી 2 ટીપાં કાનમાં નાખો તમને પીડામાંથી રાહત થશે.

ડાયાબિટીસને કંટ્રોલ કરે છે :

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેવા લોકોએ દરરોજ એક ચપટી હિંગ નવશેકા પાણીમાં પીવી જોઈએ જેથી તમારા શુગરનું લેવલને નિયંત્રિત રહેશે.

દાંતના પોલાણમાંથી છુટકારો :

જો તમને દાંતમાં તકલીફ છે, દાંતમાં કીડા છે અથવા દાંતમાં પોલાણની સમસ્યા છે તો તમારે રાત્રે મોઢામાં હિંગ મૂકીને સૂઈ જવું જોઈએ જેનાથી દાંતના પોલાણમાંથી છુટકારો મળશે.

પિરિયડની પીડામાંથી રાહત :

પીરિયડ્સમાં છોકરીઓને ઘણી વખત ખૂબ જ પીડા થતી હોય છે આવી સ્થિતિમાં પીડામાંથી રાહત મેળવવા માટે હિંગ પાણી પીવું જોઈએ.

નોંધ :

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં.

તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.