હાઇકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની છોકરી પોતાના પસંદગીના સાથી સાથે લગ્ન કરી શકે !

મિત્રો છોકરીઓના લગ્ન લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને તેમની ઉંમરના સંબંધમાં આ વિવાદ થઇ રહ્યો છે.

પંજાબ અને હરિયાણાના હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે.

મિત્રો કોર્ટે એક મુસ્લિમ કપલની સુરક્ષા અરજી પર સુનાવણી કરી હતી અને આ દરમિયાન હાઈકોર્ટે પ્રકારનો ચુકાદો આપ્યો હતો.

શું હતો મામલો??

હકીકતમાં કોર્ટે એક કપલની અરજી ઉપર સુનાવણી કરી હતી અને આ અરજીમાં અરજીકર્તાએ કહ્યું હતું કે આ બન્નેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા જેને લઈને તેમને કથિત રીતે ધમકીઓ મળવા લાગી હતી.

અરજીમાં તેમણે કહ્યું હતું કે બંને વયસ્ક થઈ ચૂક્યા છે અને લગ્ન બાદ તેમને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે.

આ ઉપરાંત અરજીમાં તેમણે પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પઠાણકોટમાં કરી હતી પણ અત્યાર સુધીમાં કોઈ એક્શન લેવામાં આવી નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 16 વર્ષ છે. એક રિપોર્ટ પ્રમાણે આ બંને વચ્ચે પ્રેમ હતો પણ પરિવારના લોકો તેમના લગ્નની વિરુદ્ધમાં હતા જે બાદ બંને ભાગીને લગ્ન કરી લીધા હતા.

કોર્ટે શું આપ્યો ચુકાદો :

કોર્ટે કહ્યું કે મુસ્લિમ છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અંતર્ગત થાય છે. કોર્ટે ફરદુનજી મુલ્લાની પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ મોહમ્મદ લોના આર્ટીકલ 195 નો હવાલો આપતા કહ્યું કે છોકરીની ઉંમર 16 વર્ષથી વધારે છે.

તે પોતાની પસંદ અનુસાર પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે અને છોકરાની ઉંમર 21 વર્ષ છે આવા સમયે બંને પોતાની મરજીથી લગ્ન કરી શકે છે.

આ ઉપરાંત કોર્ટે પઠાણકોટને બંનેને સુરક્ષા આપવા આદેશ પણ આપ્યા છે. કોર્ટે કહ્યું કે ફક્ત એટલા માટે નહીં કે છોકરી પોતાની પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરી રહી છે, તો તેમને ભારતીય સંવિધાન મૌલિક અધિકારોથી વંચિત કરી શકાય નહીં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.