આજે રાત્રે 12 વાગ્યાથી આ વસ્તુઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, બધા લોકો ખાસ જોઈ લો

મિત્રો આપણે જાણીએ છીએ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નજીક આવી રહ્યો છે જેને લઇને દેશની રાજધાની દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગણતંત્ર દિવસના કાર્યક્રમને જોતા સુરક્ષાકર્મીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી.

ખુફિયા વિભાગ દ્વારા ગણતંત્ર દિવસને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સહિત વીવીઆઈપીને નિશાન બનાવવામાં આવી શકે છે.

જેને લઇને તેમની સુરક્ષાને લઇને દિલ્હીમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ખૂણે ખૂણે તેની નજર રાખવામાં આવી રહી છે.

15 ફેબ્રુઆરી સુધી તમામ પ્રતિબંધોને લાગુ કર્યા છે અને આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

કહેવામાં આવે છે કે ગણતંત્ર દિવસના કાર્યક્રમને જોતા પેરાગ્લાઈડર, યુએવી, યુએએસ, માઈક્રોલોઈટ, હેંગ ગ્લાઈડ, ડ્રોન વગેરે ઉપર આગામી 15મી ફેબ્રુઆરી સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

આતંકી ડ્રોન દ્વારા હુમલાને અંજામ આપી શકાય છે તેવુ ખુફિયા વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

આ પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ આદેશ 20 જાન્યુઆરી રાત્રે 12 થી 15 ફેબ્રુઆરી એટલે કે 27 દિવસ માટે લાગુ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત લાલ કિલ્લાને પાંચ દિવસ માટે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખતા લાલકિલાને 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પર્યટકો અને સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ દ્વારા રાજપથની સુરક્ષાને ખૂબ જ કડક બનાવવામાં આવી છે.

300થી વધુ સીસીટીવી અને ફેસ રીકોગ્નીશન મશીન લગાવવામાં આવ્યા છે જેના દ્વારા દરેક પ્રકારની શંકાસ્પદ ગતિવિધી ઉપર નજર રાખી શકાય આ ઉપરાંત 50000 ગુનેગારોના ડેટાને પણ સેવ કરવામાં આવ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.