ગીર સોમનાથમાં જળપ્રલય, લોકોની નજર સામે જ તૂટી ગયો પુલ !!

મિત્રો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સૌથી વધારે વરસાદ ગીર સોમનાથમાં ખાબકી ચૂક્યો છે.

છેલ્લા 48 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા 18 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આવામાં સુત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો એક બેઠો પુલ વરસાદના પાણીથી આવેલા ભારે પૂરને કારણે તૂટી ગયો હતો.

આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે જોકે તેમાં કોઇ પ્રકારની જાનહાની થઈ નથી.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે વિનાશ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થય છે. સુત્રાપાડાના ખેરા ગામ નજીક આવેલો આ બેઠો પુલ અચાનક જ પાણીના વહેણમાં તૂટી ગયો હતો અને સ્થાનિક લોકોએ આ ઘટના પોતાની નજરે નિહાળી હતી.

આ ઉપરાંત ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ખેતરો જાણે તળાવમાં ફેરવાયા હોય તેવો નજારો થયો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમો મોકલી દેવામાં આવી છે.

આ ઉપરાંત તમામ આધુનિક સાધનોથી સજ્જ આ ટીમ વરસાદ અને વાવાઝોડાને લગતા તમામ ખતરાઓ સામે પહોંચી વળવા માટે સજ્જ છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.