વરસાદે મચાવી ભારે તબાહી : જમીન ધસી પડી બેના મોત, 150 વિદ્યાર્થીઓ ફસાયા

મિત્રો ભારત દેશના પૂર્વોત્તરના રાજ્યની અંદર હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તબાહી મચાવી રહ્યો છે.

ગુરુવારે આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશના પૂર્વ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડયો હતો જેમાં ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હતી જેને કારણે ભારે નુકસાન પણ થયું હતું.

આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી આ પ્રદેશમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તર-પૂર્વ તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં પણ ભારેથી અતિભારે વરસાદ સાથે વ્યાપક વાવાઝોડાની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે આસામ અને મેઘાલયમાં 16 થી 18 જૂન સુધી અલગ-અલગ રાજ્યોમાં સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહાર અને ઝારખંડમાં 19 જૂન સુધી અને ઓરિસ્સામાં 17 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે.

મિત્રો આસામમાં સતત ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે ગુરુવારે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ પણ વધુ વણસી હતી જેને કારણે બે લોકોના મોત થયા હતા.

પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા આસામ અને મેઘાલયમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર શૈક્ષણિક સંસ્થાઓને શનિવાર સુધી બંધ રાખવામાં આવી છે.

હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શુક્રવાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાનો અને રાજ્યના તમામ ઉત્તરીય જિલ્લાઓ તરફ આગળ વધવાની ધારણા છે.

ગુરુવારે મુશળધાર વરસાદને કારણે ધારવાડ જિલ્લાના એક ગામમાં એક સરકારી હાઇસ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયું હતું જેને કારણે 150 વિદ્યાર્થીઓ ફસાયા હતા.

મળતી માહિતી પ્રમાણે 3 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘરે પાછા ફરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોતા હતા પરંતુ વરસાદ બંધ ન થયો જેને કારણે શાળાની આસપાસ પાણી ભરાઈ ગયા હતા અને શાળા ટાપુ જેવી દેખાવા લાગી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.