રમકડાંની જેમ મકાનો તણાશે, ગુજરાત પર નવી ત્રણ સિસ્ટમ સક્રિય! આ જીલ્લાઓમાં રીતસરનું મેઘતાંડવ, અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની લાલઘૂમ આગાહી…

ગુજરાત પર હાલ નવી ત્રણ સિસ્ટમ બનેલી છે જેના કારણે અતિભારેથી ભારે વરસાદ થઇ રહ્યો છે. બુધવારે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા હતા. ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે. જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના બુધવારે જણાવ્યા પ્રમાણે, પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ અને શિઅર ઝોન સક્રિય છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બુધવારે આપેલી માહિતી પ્રમાણે, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે આજે આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,તાપી જિલ્લો સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે અરાવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આવતીકાલે શુક્રવારના દિવસે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાઓ સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, ગીરસોમનાથ બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.

શનિવાર અને રવિવાર માટે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યુ છે કે, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top