સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છેલ્લા બે દિવસથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતના વાતાવરણમાં સક્રિય થયેલ સિસ્ટમે સુરત વડોદરામાં તબાહી સર્જી છે. અમદાવાદ સહિત ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અને ત્યારબાદ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદનું જોર વધી શકે છે. પરંતુ ચારેકોર તબાહી વચ્ચે અંબાલાલ પટેલે એક નવી ભયંકર આગાહી કરી નાખી છે.
હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે આગામી 24 કલાક ગુજરાત માટે હજુ ભારે વરસાદનું વહન આવી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, વડોદરામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
ચારેકોર તબાહી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2 થી 4 ઓગસ્ટની વચ્ચે નવા તોફાની વહનની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે.
બંગાળની ખાડીમાંથી એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે. જેને કારણે વરસાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પડી રહેલા અનાધાર વરસાદને કારણે હવે લોકો અને ખેડૂતો વરસાદ વિરામ લે તેની રાહ જોઈને બેઠા છે.
2 થી 4 તારીખની વચ્ચે તોફાની વરસાદનું બીજું એક વહન આવી રહ્યું છે. જેને કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વરસાદી વહનમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સર્વનાશ કરે તેવો ભારે વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં જળબંબાકાર થયા બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ બીજી એક સિસ્ટમનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.
ચોમાસાના શરૂઆતથી જ પડી રહેલા અનાધાર વરસાદને કારણે હવે કૃષિ પાકને થોડોક વરાપ મળે તે જરૂરી છે. કારણ કે છેલ્લા એક મહિનાથી પડી રહેલ વરસાદને કારણે ખેતરોમાં સતત પાણી ભરેલું છે. જેના કારણે ચોમાસુ પાકને પાણી વધી જતા તેના પાંદડાઓ પીળા પડવા લાગ્યા છે. તો કેટલોક ભાગમાં સંપૂર્ણ પાક નિષ્ફળ પણ ગયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. જો વરસાદ આગામી દિવસોમાં વરાપ નહીં આપે તો ગુજરાતમાં અતિવૃષ્ટિ અને લીલો દુકાળ પડવાના દ્રશ્યો જોવા મળી શકે છે. તેને લઈને પણ અંબાલાલ પટેલે મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.