12 તારીખ સુધી ઘરની બહાર ના નીકળતા : કલેક્ટરે આપ્યો આદેશ, તંત્ર થયું એલર્ટ

મિત્રો ગુજરાત ઉપર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને હજુ પણ આગામી 12 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને કારણે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

એ તો આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દ્વારકા, વેરાવળ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે દ્વારકાના કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ના નીકળવું.

આપણે જાણીએ છીએ કે દેવભૂમિ દ્વારકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત અનેક ગામોની અંદર પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે.

દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેને કારણે લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો નદીના પટમાં કે કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય ત્યારે અવરજવર ન કરવી.

હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈના રોજ સુરત, નવસારી, દ્વારકા, ડાંગ, પોરબંદર, તાપી, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, ભરૂચ અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 9 જુલાઈના રોજ રાજ્યના કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, જુનાગઢ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 10 જુલાઇના રોજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, વલસાડ, સુરત, તાપી અને ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠામાં અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે 10 જુલાઇએ મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની પણ પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

11 જુલાઈએ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને 12 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.