હવામાન વિભાગની ચેતવણી : ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર, થઇ જાવ સાવધાન

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હાલમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ઓફસોર ટ્રફ સક્રિય થયું છે જેને કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીત અનેક વિસ્તારોમાં સારા વરસાદ આગાહી કરવામાં આવી છે.

જયારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થઇ શકે છે.

કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ, માંડવી, નખત્રાણા, મુદ્રા સહિતના વિસ્તારમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત 4 જુલાઇએ ઓડિશાની નજીક લો પ્રેસર સર્જાશે જેની અસર હેઠળ 5 જુલાઈ પછી પણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.