ગુજરાત ઉપર આગામી 48 કલાક “અતિભારે”, આ વિસ્તારોમાં 15 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા!!

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આગામી 48 કલાક ગુજરાત ઉપર અતી ભારે રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોની અંદર 15 ઇંચ સુધી વરસાદ થવાની પણ શક્યતા છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કામ ના હોય તો ઘરની બહાર ના નીકળવું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 16 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક ભાગોમાં 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5 થી 10 ઈંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને 12 અને 13 જુલાઈએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

મિત્રો હવામાન વિભાગની આ ભારે વરસાદની આગાહીને કારણે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો સ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે.

આ ઉપરાંત ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાય જવાની પણ સંભાવના છે જેને લઇને કલેક્ટરો દ્વારા લોકોને વગર કામે બહાર ન નીકળવું અને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.