સાવધાન / ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં મેઘ મહેર જારી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 થી 12 જુલાઈ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 13, 14 અને 15 જુલાઇ સુધી ખૂબ જ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને તંત્ર દ્વારા તમામ નાગરિકોને તકેદારી રાખવા માટે તેમ જ બિનજરૂરી પ્રવાસ ટાળવો એટલે કે કામ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે અમદાવાદની અંદર મુશળધાર વરસાદ પડયો હતો અને અમદાવાદને ધોઈ નાખ્યું હતું. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

મિત્રો હજુ સંકટ ટળ્યું નથી કારણ કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

11 તારીખે કયા પડશે વરસાદ :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 જુલાઇના રોજ નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, જુનાગઢમા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને કારણે લોકોએ કામ વગર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે.

12 તારીખે કયા પડશે વરસાદ :

હવામાન વિભાગ દ્વારા 12 જુલાઇના રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી, પોરબંદરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, વાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

13 તારીખે ક્યાં પડશે વરસાદ :

હવામાન વિભાગ દ્વારા 13 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટાઉદેપુરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

14 તારીખે કયા પડશે વરસાદ :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.