ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી : ખેડૂતો માટે સારા સમાચાર

  • ગુજરાત રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી
  • 6 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ પડશે
  • 7 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ પડશે

ગુજરાતમાં વરસાદ લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે કેમ આગામી બે દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર અને ૬ સપ્ટેમ્બરે સારા વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો 7 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

મિત્રો વાત કરીએ 7 સપ્ટેમ્બરની તો સાત તારીખે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, દીવ,  ભાવનગર, જામનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 8 તારીખે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, નડિયાદ, વડોદરા, અરવલ્લીની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને 9 સપ્ટેમ્બરે રાજકોટ, ગીર સોમનાથ, દ્વારકા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, વડોદરાની અંદર સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જોઈએ એવો સારો વરસાદ ન પડવાથી ડેમના પાણીના તળમાં ખૂબ જ ઘટાડો થયો છે અને રાજ્યની અંદર ઘણા બધા ડેમની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે ત્યારે ફરી એકવાર મેઘરાજા મહેરબાન થતાં આ બધા ડેમોની અંદર નવા નીરની આવક થઇ છે અને ખેડૂતોને પણ પાક માટે સિંચાઈનું પાણી મળી રહ્યું છે જે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે અને આગામી દિવસોમાં પણ ખૂબ જ સારો એવો વરસાદ થવાનો છે જેથી કરીને ખેતરમાં ઉભેલા પાકને જોઈએ એવો વરસાદ અને જોઈએ એટલું પાણી મળી રહે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.