નવી આફત આવી રહી છે : જવાદ વાવાઝોડાને કારણે આ વિસ્તારોમાં પડશે મુશળધાર વરસાદ, તંત્ર એલર્ટ

મિત્રો બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બે દિવસથી સતત ભારે વરસાદ ચાલુ છે.

આ વિસ્તારોમાં એવો વરસાદ પડી રહ્યો છે જાણે ચોમાસું હોય.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને કોંકણના વિસ્તારોમાં ૩ ડિસેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થયું છે જેને કારણે દક્ષિણ પૂર્વ સાગર, માલદીવ, લક્ષદ્વીપ માં ચક્રવાતની સ્થિતિ બનેલી છે જેના કારણે આવતા 24 કલાકમાં ભારે વરસાદનું અનુમાન છે.

મિત્રો માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અનેક રાજ્યોમાં વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારને કારણે વરસાદ થઈ રહ્યો છે.

આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા પર લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થવાના કારણે તોફાની ચક્રવાતની સ્થિતિ ઉત્પન્ન થઇ છે જેથી હવામાન વિભાગ દ્વારા જવાદ વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતને અડીને આવેલા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે  મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે અને 3 ડિસેમ્બરે વરસાદનું જોર હજુ પણ વધી જશે અને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે એવી આગાહી કરવામાં આવી છે.

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલ ચક્રવાતને કારણે ગુજરાતમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ થશે તેવુ અનુમાન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે અને ખેડૂતોને પણ સલાહ આપવામાં આવી છે કે તેનો તૈયાર થયેલો પાક સુરક્ષિત સ્થળ પર ખસેડી લે.

ગુજરાતમાં બે તારીખે વડોદરા, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ભાવનગર, મહિસાગર, દાહોદ, અરવલ્લી, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ થશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ઝરમર-ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો તમારા વિસ્તારમાં હવામાન કેવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.