વાવાઝોડાં સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી : આ જિલ્લાઓ થઈ જાવ સાવધાન

આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે પરંતુ હવે આગામી દિવસોમાં પણ ગુજરાતના લોકો મનભરીને વરસાદ માણી શકશે.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છ, સાત, આઠ જુલાઈના રોજ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે અને આ સમય દરમિયાન લોકોને ફરીથી એક વાવાઝોડા જેવો અનુભવ પણ થશે કારણ કે આ દિવસોમાં પવન વધારે ઝડપથી ફૂંકાશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેસર બન્યું છે જેને કારણે આ લોકેશન મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે જેથી 6 જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે.

મિત્રો ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો 6, 7 અને 8 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

8 થી 9 જુલાઇના રોજ પણ અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં ભારે વરસાદ રહેશે તેમ જ ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પણ પડશે.

6 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ જોવા મળશે પરંતુ ત્યારબાદ ભારે અતિભારે વરસાદ પડશે એટલે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.