ભાદરવો વરસાદની ભરપૂર રહેશે : અંબાલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભાદરવા મહિનાની અંદર ભરપૂર વરસાદ થવાનો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે ચેકડેમ, નદીનાળાની અંદર નવા નીર આવ્યા છે આ સાથે જ વરસાદની નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ છે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પડવાનો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી 11 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ પડશે આ ઉપરાંત 27 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે અને દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે અને 7 સપ્ટેમ્બર પછી ફરીથી સારો વરસાદ થવાની સંભાવના છે અને આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

તો મિત્રો આવી રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાદરવા મહિનાની અંદર ભરપૂર વરસાદ થવાનો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.