આ વિસ્તારોમાં વરસાદ ભુક્કા કાઢશે : હવામાન વિભાગની મોટી આગાહી : મેઘરાજા આ જિલ્લાને ધમરોળશે

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને 20 થી લઈને 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો મહેસાણા, ખેરાલુ, સુરેન્દ્રનગર, પાવાગઢના ઘણા બધા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી.

આ ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જુનથી 3 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ વરસશે અને ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.