અંબાલાલ પટેલની મોટી આગાહી : આ વિસ્તારોમાં તાંડવ મચાવશે મેઘો, તરબોળ થઈ જશે ગુજરાત

મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે અને આવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જુનથી 3 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ થશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થશે.

આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમાં પણ હળવાથી ભારે વરસાદ થશે તો અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો અરવલ્લી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે પાટણ, સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીથી તરબોળ થઇ જશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને તારીખ 20 થી 22 જૂન દરમિયાન દરિયામાં ન જવાની સૂચના આપી છે કારણ કે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીમાં ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

One thought on “અંબાલાલ પટેલની મોટી આગાહી : આ વિસ્તારોમાં તાંડવ મચાવશે મેઘો, તરબોળ થઈ જશે ગુજરાત

  • 21/06/2022 at 6:46 પી એમ(PM)
    Permalink

    અંબાલાલ ની કોઈ વાત સાચી પડતી નથી ખાલી ઠોક ઠોક કરે છે

Comments are closed.