મુખ્ય સમાચાર / દરિયો બન્યો તોફાની, પેટ્રોલ-ડીઝલ મળતું થયું બંધ!!

મિત્રો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે ત્યારે વલસાડનો તીથલ દરીયો ગાન્ડોતુર બન્યો છે.

દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજાં પણ ઉછળી રહ્યા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે.

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વલસાડના તિથલનો દરિયો ગાન્ડોતુર અને તોફાની બન્યો છે.

તિથલના દરિયામાં 20 ફૂટથી પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેને કારણે દરિયાના પાણી ચોપાટી ઉપર આવી રહેલા સ્ટોલમાં ઘૂસી ગયા હતા અને વ્યાપક નુકશાન થયું હતું.

હાલ તકેદારીના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજી તરફ ગુજરાતના ચાર હજારથી વધુ પેટ્રોલ પંપ માટે પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલની સપ્લાયનો પ્રશ્ન ઘેરો બન્યો છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે બીપીસીએલ, એચપીસીએલ તરફથી ડીઝલ અને પેટ્રોલની સપ્લાય 30 થી 40 ટકા જેવી ઘટી છે.

સોશિયલ મીડિયામાં પણ અફવાઓ ફેલાઈ રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ નહીં મળે પરંતુ પેટ્રોલ પંપ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે સપ્લાય ઓછી છે પરંતુ તેનાથી લોકોએ ગભરાઈને પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે લાઈનો લગાવવાની જરૂર નથી.

લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહ્યું છે અને મળતું રહેશે અને ડીઝલના પુરવઠાની અછત વધારે હોવાથી ડીઝલથી ચાલતા વાહનોને થોડી ઘણી મુશ્કેલી આવી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.