કેરળમાં ભારે તબાહી, વરસાદે ભુકકા કાઢયા, બે માળનું મકાન પૂરમાં તણાઈ ગયું

ચોમાસું વિદાય લે તે પહેલા કેરળમાં બઘડાટી બોલાવી દીધી છે. રાજ્યના કોટાયમ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે એક ઘર નદીના પૂરમાં તણાઈ ગયું છે.

ભારે વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને ભૂસ્ખલન પણ થયું છે જેના કારણે અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે.

મિત્રો વીડિયોમાં જોઇ શકાય છે કે નદી કિનારે બાંધેલું આ બે માળનું મકાન ધીમે ધીમે એક બાજુ નમે છે અને પછી આખે આખું ઘર નદીમાં સમાઈ જાય છે અને પૂરમાં તણાઈ જાય છે.

Video Credit : GK & Current Affairs

જ્યારે આ ઘટના બની ત્યારે મકાન ખાલી હતું અને કેટલાક લોકો ઘરની બહાર ઉભા હતાં. કેરળમાં ભારેથી અતિભારે વરસાદને કારણે કોટ્ટાયમ અને ઈડુક્કીમાં ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી હતી જેના કારણે 12 લોકો ગુમ થયાના અહેવાલ સામે આવ્યા છે.

એનડીઆરએફ ઉપરાંત સેના, નૌકાદળ અને વાયુ સેના પણ બચાવ કામગીરીમાં લાગી ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પીનારાઈ વિજયન સાથે વરસાદ અને ભૂસ્ખલનના વિશે વાત કરી હતી અને પીએમ મોદીએ કહ્યું “હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું”.

તેમણે ટ્વિટરના માધ્યમથી કહ્યું કે “દુઃખની વાત છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેટલાક લોકોના મોત થયા”.

ચોમાસુ સમગ્ર દેશમાંથી વિદાય લઇ રહ્યું છે ત્યારે જતાં જતાં કેરળમાં આ પ્રકારની ભયંકર તબાહી મચાવી રહ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.