વરસાદ અને વાવાઝોડાની ભયંકર આગાહી : આ વિસ્તાર થઇ જાવ સાવધાન

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલમાં ખૂબ જ ગરમી પડી રહી છે.

મોટાભાગના રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળી શકે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે મિઝોરમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં છૂટોછવાયો વરસાદ પડશે અને 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આ ઉપરાંત કરા સાથે વરસાદ પડશે.

આ ઉપરાંત આગામી પાંચ દિવસમાં જમ્મુ-કાશ્મીર, લદાખ, મુજફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.

20, 21, 22 એપ્રિલના રોજ ઉત્તરાખંડમાં પણ વિવિધ સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 એપ્રિલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોરદાર પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ઘણી જગ્યાએ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

તો મિત્રો આવી રીતના આટલા રાજ્યની અંદર વાવાઝોડાની અસર પણ જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.