રાજ્યમાં ભારે વાવાઝોડું અને માવઠું – હવામાન વિભાગની સૌથી મોટી આગાહી, દરેક લોકો લખી લેજો આ તારીખ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિયાળાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં હજુ પણ ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે 30 નવેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ વરસશે.

ગુજરાતમાં શિયાળો બેસી ગયો છે અને ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ચાર ડિસેમ્બર સુધીમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પવન ફૂંકાશે.

30 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ઉત્પન  હળવા દબાણને કારણે 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી અમુક વિસ્તારોમાં તોફાની માવઠાઓ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે હાલમાં સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિયાળો આવતાં જ કેટલાક નક્ષત્રમાં ફેરફાર થયો છે.

હવે આવનારા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં શિયાળાની સાથે સાથે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થશે અને કેટલાક વાવાઝોડા પણ આવશે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ-ગાંધીનગરમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરથી લઇને 4 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના 16 જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, સુરત, વડોદરા, નવસારી, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ચારથી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.