હવામાન વિભાગની વાવાઝોડાની ભયંકર આગાહી : આ વિસ્તારો થઈ જાવ સાવધાન!

મિત્રો સમગ્ર દેશમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા દેશના ઘણા રાજ્યોમાં ગરમી અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત આગામી ત્રણથી ચાર દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે અને સૂર્યપ્રકાશ જોવા મળશે. આ દરમિયાન તાપમાનમાં વધારો થશે અને ગરમીની સ્થિતિ પણ વધારે ભયાનક બનશે.

આજે મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ 50 થી 60 કિલોમીટર પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે.

આ ઉપરાંત આગામી પાંચ દિવસ જમ્મુ-કાશ્મીર, લદાખ, બાલ્ટીસ્તાન, મુજફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

20,21 અને 22 એપ્રિલ દરમિયાન ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે 19 અને 20 એપ્રિલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 25 થી 35 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ઘણી જગ્યાએ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.