7.7 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

મિત્રો ઇન્ડોનેશિયામાં ભયંકર ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ત્યાર બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

જેથી ઇન્ડોનેશિયાના લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો અને અફરાતફરી મચી ગઇ છે.

ઇન્ડોનેશિયાના નુસા તેંગારા 7.7 ની તીવ્રતાનો ભયાનક ધરતીકંપ આવ્યો જે બાદ સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધરતીની નીચે પાંચ કિલોમીટર અંદર હોવાનું સામે આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા પેસિફિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

એક હજાર કિલોમીટર સુધી સમુદ્ર તટ પર ભયાનક લહેરો ઉઠવાની સંભાવના છે અને ત્યાના લોકોની સંખ્યા પણ ઘણી ઓછી થઈ છે.

આ પહેલા ઈન્ડોનેશિયાના સુમાત્રા પર 6.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ઇન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ આવ્યા રાખે છે.

ઇન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર પર આવેલો દેશ છે જેના કારણે અહીં વારંવાર ધરતીકંપ આવ્યા રાખે છે.

મિત્રો 2004માં ઇન્ડોનેશિયામાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 9.1 નોંધાઇ હતી.

જે બાદ આખા દક્ષિણ એશિયામાં સુનામી આવી હતી જેમાં 2.2 લાખ લોકોના મોત થયા હતા માત્ર ઇન્ડોનેશિયામાં જ 1.7 લાખ લોકોએ આ સુનામી અંદર જીવ ગુમાવ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.