તોકતે કરતા પણ ભયંકર વાવાઝોડું 10 તારીખે ટકરાશે, જાણો વાવાઝોડાની ગુજરાત પર શુ થશે અસર?

મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આગામી દસ દિવસની અંદર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.

ચોમાસાના બેસવાની તારીખની વાત કરીએ તો તેની અંદર કોઈ ફેરફાર થશે નહીં તેવું હાલમાં જણાઈ રહ્યું છે. અત્યારે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાય રહ્યા છે અને અરબી સમુદ્રમાંથી ફુંકાતા પવનના કારણે ભેજનું પ્રમાણ પણ ઊચુ નોંધાઈ રહ્યું છે.

મિત્રો આંદામાન-નિકોબારમાં વિધિવત રીતે પ્રારંભ અને પ્રિમોન્સૂન એક્ટિવિટી એક મે ની આસપાસ શરૂ થતી હોય છે ત્યારબાદ 20 થી 21 મે દરમિયાન આંદામાન-નિકોબાર નૈઋત્યનું ચોમાસુ બેસતું હોય છે અને ત્યારબાદ જ સાઉથવેસ્ટની પેટર્ન બદલાય અને વાદળાઓ બંધાવવાનું શરૂ થતું હોય છે.

એક જુનની આજુબાજુ કેરળમાં ચોમાસુ વિધિવત રીતે પહોંચવતું હોય છે અને ત્યારબાદ 15 જૂનની આજુબાજુ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે.

મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અઠવાડિયાની અંદર જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના થઇ જશે જેને લઇને ઘણાખરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

ત્યારબાદ સાઉથ પેટન જેમ જેમ ચેન્જ થશે તેમ તેમ વાદળો બંધાવવાનું શરૂ થશે અને ત્યાર બાદ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તેની ખબર પડશે.

મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં એટલે કે વાવાઝોડામાં ફેરવાઇ જશે અને જો આ વાવાઝોડું ઉત્પન્ન થશે તો તે તોક્તે વાવાઝોડા કરતાં પણ ભયંકર સર્જાય છે તેવું લાગી રહ્યું છે.

મિત્રો windy એપ્લિકેશનના માધ્યમથી જોવામાં આવે તો આ વાવાઝોડું ગુજરાતને અસર કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાંથી આવતાં ભેજવાળા પવનોને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળી રહે છે.

મિત્રો આ વાવાઝોડુ 10 તારીખની આજુબાજુ આવી શકે છે અને ગુજરાતમાં 10 તારીખની આજુબાજુ દિવસોમાં જ ભેજવાળા પવનોને કારણે પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઈ જશે જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની અંદર આખું વાતાવરણ ડોહળાઈ જવાના કારણે વરસાદ થઇ શકે છે પરંતુ ગુજરાત ઉપર વાવાજોડા વાવાઝોડું આવે તેવી કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી.

મિત્રો ગુજરાત ઉપર આ વાવાઝોડાની શું અસર થશે તેની વધુ માહિતી તમને આગળના દિવસોમાં આ વેબસાઇટ મારફત અને આપણા આ ફેસબુક પેજ મારફત મળતી રહેશે એટલા માટે પેજને ફોલો કરી લેજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.