ભયંકર કાળઝાળ ગરમી વચ્ચે વાવાઝોડાની મોટી આગાહી, જાણો ગુજરાતને અસર કરશે કે નહીં?

ચોમાસા પહેલા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા ભયંકર વાવાઝોડાના સમાચાર. વિદેશના વૈજ્ઞાનિક એનાલિસિસ મુજબ વાવાઝોડાને લઈને સૌથી મોટી ચેતવણી આવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ગુજરાત સુધી પણ આવી શકે તેવી શક્યતાઓ છે. 5 મે પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે અને મોડેલો દર્શાવી રહ્યા છે કે દસમી મે આજુબાજુ વાવાઝોડું આવી શકે છે.

હજુ આગાહીમાં ઘણો બધો ફેરફાર પણ થઈ શકે છે અને આ વાવાઝોડામાં પવન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે તે હાલ જણાવું ખૂબ જ અઘરું છે કેમ કે હજુ ભવિષ્યમાં વાવાઝોડું કેટલી મજબૂતાઈથી આગળ વધશે, કઈ દિશામાં આગળ વધશે તેના ઉપર નિર્ભર કરે છે.

વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.

10 થી 12 મેની વચ્ચે ચોમાસાની શરૂઆત થઈ જશે, સૌપ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ભારતના નીચેના સમુદ્રથી થતી હોય છે.

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે થોડાક દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઇ રહી છે.

આગાહીથી સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે કારણ કે આપણે જાણે છે કે ગયા વર્ષે તોકતે વાવાઝોડું આવ્યું હતું અને ઘણું બધું નુકસાન થયું હતું અને જો આ વર્ષે પણ વાવાઝોડું આવશે તો ઘણું બધું નુકસાન થઈ શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.