સાવધાન!! ગુજરાતમાં ઉપર ફરી એકવાર ભયંકર વાવાઝોડાનું મોટું સંકટ

મિત્રો ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે અને ધીમે ધીમે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ સુધી હજુ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ તાપમાન મહદઅંશે ઘટાડો નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે.

મિત્રો હવામાન વિભાગના ટેકનિકલ ઇન્ડિકેટર પ્રમાણે windy.com માં સ્પષ્ટ જોઇ શકાય છે કે મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર તરફ દરિયામાં બનેલું લો પ્રેશર ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે.

મિત્રો મુંબઈ પાસે બની રહેલું હવાનું દબાણ ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે, મહારાષ્ટ્ર અને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ અંગે કોઇ પ્રકારની આગાહી કરવામાં નથી આવી.

વિન્ડી વેબસાઈટ પ્રમાણે મોટું વાવાઝોડું આકાર લઈને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

ખાનગી વેબસાઈટની આગાહી પ્રમાણે વાવાઝોડુ ગુજરાત તરફ આવશે તો તેની અસર માંગરોળથી વેરાવળ, કોડીનાર, પોરબંદર સહિતના અનેક પંથકોમાં થઈ શકે છે.

આ વિસ્તારોમાં લોકોને સલામતી અને સાવચેતી રાખવા માટે પણ વેબસાઇટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.