ગુજરાત પર આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું : થઇ જાઓ સાવધાન

મિત્રો આપણે જાણીએ છીએ કે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલમાં જ ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે.

જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આપણે જાણીશું કે આખરે આ વાવાઝોડુ ક્યારે આવશે? ક્યાંથી આવશે? અને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે.

મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી આવે છે તે પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે કે હવામાન વિભાગની આગાહી કરતી વિન્ડી વેબસાઈટ ઉપર ગ્રાફિક ઈમેજમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ પાસે હવાનું દબાણ બની રહ્યું છે જે ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે.

મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રના હવામાન વિભાગ દ્વારા આ અંગે કોઇ પ્રકારની આગાહી કરવામાં નથી. આવી ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે હળવું વાવાઝોડું આકાર લીધા બાદ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકી શકે છે.

જો આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધે છે તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. મિત્રો વિન્ડી વેબસાઈટ પ્રમાણે 27 જુન સુધીની અંદર હવાનું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત બપોર બાદ માંગરોળના દરિયા કાંઠે ટકરાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને લઇને સૌરાષ્ટ્ર દરિયામાં ભારે કરંટ જોવા મળશે.

ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે જો વાવાઝોડું ગુજરાતના દરીયાકિનારે ટકરાશે તો તેની સીધી જ અસર માંગરોળ, વેરાવળ, કોડીનાર, પોરબંદર, કેશોદ સહિતના વિસ્તારમાં થઈ શકે છે.

આ ઉપરાંત તારીખ 27, 28 દરમ્યાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદનીસંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

29 તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ મંદિરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત વરસાદ સાથે સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.