ભયંકર અકસ્માત : ગોંડલ નજીક સુરતના પરિવારને નડ્યો અકસ્માત, ૬ લોકોના થયા કરુણ મોત

ગોંડલ નેશનલ હાઈવે ઉપર બિલીયારા ગામના પાટિયા પાસે અચાનક કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદાવીને સામેની સાઈડ એસ.ટી.બસ સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં છ લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ભૂક્કો બોલી ગયો હતો અને સમગ્ર હાઈવે એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો.

પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ બગસરાના મુંજીયાસર ગામના વતની અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા (ઉમર વર્ષ 38) તેમના પત્ની સોનલબેન (ઉમર વર્ષ 38) અને તેમનો પુત્ર ધમલ (ઉંમર વર્ષ 12) તથા માતા શારદાબેન (ઉંમર વર્ષ 56) બનેવી પ્રફુલભાઈ બાંભરોલીયા, બહેન ભાનુબેન અને આઠ વર્ષના ભાણેજ જેની સહિત બધા લોકો એસેન્ટ કાર મારફત સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા.

ત્યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ઉપર બિલીયાડા ગામના પાટિયા પાસે કારનું ટાયર અચાનક ફાટતા કાર બેકાબુ બની હતી અને રોંગ સાઈડમાં એસટી સાથે ટકરાઈ જેમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તેમજ ભાનુબેનના મોત નિપજયા હતા.

મૃતદેહોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જ્યારે ધમન અને જેનીને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ધમનનું પણ મોત થતાં કુલ મૃત્યુ આંક 6 પર પહોંચ્યો હતો.

આ ઘટના અંગે અશ્વિનભાઈના નાના ભાઈ મુકેશભાઈ ગઢિયાએ જણાવ્યું કે અમારા પરિવારમાં બે ભાઈ અને બે બહેનો હતા.

જેમાં અશ્વિનભાઈ મોટા હતા, બન્ને ભાઈઓ તેમજ ભાનુબેનનો પરિવાર સુરત સ્થાયી થયો હતો.

સૌરાષ્ટ્રમાં માલસીકા, મોટા મુંજીયાસર અને ભેસાણમાં સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી સુરતથી સવારે નીકળ્યા હતા.

બન્ને પરિવાર સાથે રહેતા હોવાથી મુકેશભાઈ નવી હળિયાદ તેના સંબંધીને ત્યાં ખરખરાના કામ માટે બે દિવસ પહેલા જ આવી ગયા હતા જ્યારે અશ્વિનભાઈ પરિવાર સાથે કારમાં નીકળ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં છ સભ્યોના મૃત્યુથી પરિવાર શોકમગ્ન બન્યો હતો.

નેશનલ હાઈવે ઉપર અકસ્માતની જાણ થતાં શિવમ સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈએ ગોંડલ સરકારી હોસ્પિટલનો સંપર્ક કર્યો પરંતુ ત્યાં એમ્બ્યુલન્સ બંધ હોવાથી કોટડાસાંગાણીથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ધમન અને જેનીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા.

મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો અને મૃતકોના સોના-ચાંદીના દાગીના પોલીસને આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગંભીર અકસ્માતને કારણે ભોજપુરા બિલીયાળા વચ્ચે ટ્રાફિક જામ થઇ જતાં નેશનલ હાઈવે ઉપર બંને બાજુ વાહનોની ત્રણ ત્રણ કિલોમીટર સુધી કતારો લાગી ગઇ હતી.

આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને તેમના પરિવારજનોને આ કારમી થપાટને સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.