ભયંકર અકસ્માત / હાઈવે ઉપર એકસાથે 50 થી વધુ ગાડીઓ અથડાય ! ખોફનાક વીડિયો આવ્યો સામે

મિત્રો અકસ્માતના રોજ નવા નવા વિડીયા સોશિયલ મીડિયા ઉપર આવતા હોય છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં હાઇવે ઉપર એક નહીં બે નહીં પરંતુ 50થી પણ વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

આ ઘટના અમેરિકાના પેન્સિલવેનિયામાં બની છે. અહીં બરફના ભારે તોફાનને કારણે હાઇવે ઉપર એક પછી એક 50થી વધુ વાહનો અથડાયા હતા.

આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે અને 3 થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકાના મીડિયાના જણાવ્યા પ્રમાણે અકસ્માતમાં સામેલ વાહનોની સંખ્યા 60 કરતાં પણ વધુ હોઈ શકે છે.

મિત્રો વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે હાઇવે ઉપર બરફ પડી રહ્યો છે અને હિમવર્ષાને કારણે ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી એટલે કે કંઈ જ રોડ ઉપર દેખાતું ન હતું.

આવી સ્થિતિમાં વાહનો એકબીજા સાથે અથડાયા હતા અને આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોમાં બેઠેલા મુસાફરો અને લોકો પોતાના વાહનો છોડીને ભાગી જતાં જોવા મળ્યા હતા/.

મળતી માહિતી પ્રમાણે ટ્રેક્ટર ટ્રેલર અને કાર બરફના કારણે લપસીને એકબીજા સાથે અથડાયા હતા.

આ ઉપરાંત પાંચ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતને કારણે આસપાસના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ ભયાનક અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

પોલીસે જણાવ્યું કે હિમવર્ષાને કારણે આ વિસ્તારમાં દ્રશ્યતા લગભગ શૂન્ય થઇ ગઇ હતી જેના કારણે આવો ભયંકર અકસ્માત સર્જાયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.