લગ્નમાં જતા 8 જાનૈયાઓને કાળ ભરખી ગયો : કાર અને ટ્રક વચ્ચે ભિષણ અકસ્માત

મિત્રો રાજસ્થાનના બાડમેરમાં લગ્નની ખુશીઓ બાદ માતમ છવાઈ ગયું અને હવે માત્ર રડવાનો જ અવાજ સંભળાય છે.

મિત્રો આ કરૂણાંતિકા થોડા સમય પહેલાં જ બની છે. એક ભયાનક માર્ગ અકસ્માતમાં લગ્નમાં જઈ રહેલા આઠ લોકોના મોત થયા હતા.

સોમવારે મોડી રાત્રે અકસ્માત ગુદામાલાની વિસ્તારના મેગા હાઇવે ઉપર આવેલા બીટ્ટા ગામની બહાર બન્યો હતો.

આ ભયંકર અકસ્માત જીપ અને ટ્રેલર વચ્ચે થયો હતો જેમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા હતા જેમાં બે નાના બાળકો પણ હતી.

આ અકસ્માત રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ થયો હતો. જીપમાં એક જ પરિવારના આઠ લોકો સવાર હતા જેમાં એક ડ્રાઈવર પણ હતો.

આ બધા લોકો તેના પરિવારના સભ્યના લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન જીપ અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવર અને હેલ્પરને ઈજા થઈ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલર પલટી મારી ગયું અને જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જીપ એટલી હદે ઉછળીને નીચે પડી કે મૃતદેહો બધા અંદર ફસાઈ ગયા હતા, મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે.

પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મૃતકોમાં પુનારામ, પ્રકાશ, મનીષ, ભગીરથ, નૈનારામ, બુધરામ સહિત આઠ લોકોનો સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે ના હોસ્પિટલમાં મોત થયા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.