હવામાન વિભાગની મોટી આગાહી / ઘરની બહાર નિકળતા પહેલા થઈ જાવ સાવધાન!!

મિત્રો ચૈત્ર મહિનાની શરૂઆત થાય તે પહેલા જ સૂર્યનારાયણએ અગ્નિ કિરણો વરસાવવાનું શરૂ કરી દીધું છે તેમ દિવસેને દિવસે સતત ગરમી વધી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક પછી હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના જુદા-જુદા શહેરોમાં આગામી ત્રણ દિવસ સુધી હીટ વેવની શક્યતા રહેશે.

ખાસ કરીને અમદાવાદમાં વહેલી સવારથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.

39 ડિગ્રી ગરમી હોવા છતાં 42-43 ડિગ્રી જેવો અનુભવ થઈ રહ્યો હતો અને અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે.

31 માર્ચના રોજ પોરબંદર અને કચ્છમાં, 1 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ અને બીજી એપ્રિલના રોજ અમદાવાદ-ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં હીટવેવ રહેશે.

મિત્રો આગામી ત્રણ દિવસ સુધી જો તમે ઘરની બહાર નીકળવાના હો તો આ બાબતનું ધ્યાન રાખવું પડશે કે તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર રહેશે જેથી તેની પૂર્વ તૈયારી કરીને ઘરની બહાર નીકળવું.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.