માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના જિલ્લાઓ થઇ જાવ સાવધાન

મિત્રો હવામાન વિભાગ દ્વારા ફરીથી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

સોમવારથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઇ ગઇ હતી જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટયું હતું.

આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

અને આગામી દિવસોમાં તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે જેના કારણે ખેડૂતોને નુકસાનીનો માર પણ સહન કરવાનો વારો આવી શકે છે.

હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે 8 જાન્યુઆરી પછી તાપમાન ફરીથી સામાન્ય થઈ જશે અને વાતાવરણ સૂકું જોવા મળશે અને રાત્રિ દરમિયાન તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.

આગાહી પ્રમાણે આગામી 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકશે જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.

વરસાદની આગાહીને કારણે ખેડૂતોને સાવધાન રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

ખેતરમાં ઉભો પાક અને તૈયાર પાકને નુકસાન ના થાય તે માટેની આગોતરી તૈયારી કરી દેવાની પણ સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર વરસાદ પડશે.

જ્યારે 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખાસ કરીને પોરબંદર, જામનગર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લામાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન ત્રણથી ચાર ડિગ્રી નીચે જવાની પણ શક્યતા બતાવવામાં આવી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

આ ઉપરાંત ખેડૂતોને પણ શિયાળુ પાકની ખૂબ જ ચિંતા છે વારંવાર માવઠા આવવાથી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.