જતા જતા હાથીયાએ સુંઢ ફેરવી, ખેતરોને ધોઈ નાખ્યા, જુઓ

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં હાથીયો નક્ષત્ર ચાલે છે અને 10 ઓક્ટોબર રાતથી ઘેલી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્ર બેસે તેની પહેલાજ હાથિયા નક્ષત્રએ સુંઢ ફેરવી છે.

આજે એટલે કે 10 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા.

ખેડૂતોની મગફળી અને અન્ય પાકો તૈયાર થઇ ગયા છે ત્યારે ફરીથી ધોધમાર વરસાદ ખાબકતા પાકોને ભારે નુકસાન થયું છે અને જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે.

મિત્રો અમરેલી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને મગફળી પાણીમાં તરવા લાગી હતી અને ઘણા ખેતરોમાં ડુંગળીના પાકને પણ ભારે નુકસાન થયું હતું.

માર્કેટિંગ યાર્ડમાં પડેલી મગફળી પણ વરસાદના પાણીમાં પલળી ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું.

હાથીયા નક્ષત્રે તો ભાદરવા મહિનામાં ભુક્કા બોલાવી દીધા પણ હવે પછીનું ચિત્રા નક્ષત્ર પણ ભુક્કા બોલાવે એવું લાગી રહ્યું છે.

જો આસો મહિનામાં પણ વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવશે.

Video Credit : “GK & Current Affairs” Youtube Channel.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.