હર્ષ સાથે કિશન ભરવાડ જેવું થયું, જાહેરમાં છરીના ઘા મારી હત્યા

મિત્રો ગુજરાતમાં જેવી રીતે કિશન ભરવાડ નામના યુવકની ધાર્મિક પોસ્ટને કારણે હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના એક કાર્યકર્તા હર્ષની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.

બજરંગ દળના કાર્યકર્તા હર્ષનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જે તેની મોતની થોડી ક્ષણ પહેલાં જ છે.

જેની અંદર હર્ષ લોહીથી લથબથ જમીન પર પડેલો જોવા મળે છે અને વીડિયોમાં તેના શરીરની હલચલ સ્પષ્ટ દેખાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરીને યુઝર સોશિયલ મીડિયામાં હર્ષ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

હર્ષના પરિવારે જણાવ્યું છે કે હર્ષે થોડા મહિના પહેલા જ બજરંગ દળ છોડી દીધું હતું પણ ભાજપનો દાવો છે કે હજુ તેમનો કાર્યકર્તા છે.

હર્ષની હત્યાને કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે.

હર્ષ દ્વારા સોશિયલ મીડિયા ઉપર હિજાબ વિવાદને લઈને અનેક પોસ્ટો કરી હતી જેમાં એક પોસ્ટમાં હર્ષે શિવમોગામાં સહ્યાદ્રી કોલેજની સામે હિજાબના વિરોધમાં ભગવો ખેસ પહેરીને હિન્દુ છાત્રોનો ફોટો શેર કર્યો હતો.

હર્ષ એ લખ્યું હતું કે શિવમોગામાં સહાદ્રી કોલેજમાં કેસરિયો. આ પોસ્ટને 7 ફેબ્રુઆરીએ શેર કરી હતી.

પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અને તપાસની હાલમાં ચાલુ છે.

આ ઘટના પછી શહેરની અંદર તણાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

શિવમોગામાં બે દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી basavaraj bommai એ કહ્યું કે ગઈકાલે હર્ષની ચાકુ મારી હત્યા કરી દેવાઈ હતી અને આ મામલે કાલ રાતથી ચાલી રહેલી તપાસમાં કેટલાક પુરાવા મળી આવ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.