યાદ કરો કુરબાની : જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતનો જવાન શહીદ, આખું ગામ હિબકે ચડ્યું

ગુજરાતે એક જવાન ખોયો છે, ભારત માતાની રક્ષા કાજે ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાને શહીદી વહોરી તિરંગા નું કફન ઓઢી લીધું છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ગુજરાતનો 25 વર્ષીય હરીશ પરમાર શહીદ થયો છે અને સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

શહીદ હરીશ પરમાર 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયો હતો. ભારતમાતાની સુરક્ષા કરવાની ટેક લઈ આર્મીમાં જોડાયેલા 25 વર્ષીય હરીશ પરમારનું જમ્મુ-કાશ્મીરના પુંછમાં પોસ્ટીંગ હતું. આ દરમિયાન આતંકવાદીઓ સાથે તેમની અથડામણ થતા હરીશ પરમાર શહીદ થયા.

હરીશ પરમાર ખેડાના કપડવંજના 2500ની વસ્તી ધરાવતા વણઝારીયા ગામના હતા. આ સમાચાર મળતા જ પરિવાર સહિત આખું ગામ હિબકે ચડી ગયું હતુ.

આસપાસના ગામના બધા લોકો તેમના પરિવારને સાંત્વના આપવા માટે આવી પહોંચ્યા હતા અને દુઃખની આ ઘડીમાં સાથ આપી રહ્યા હતા અને બધા લોકો નારા લગાવી રહ્યા હતા કે “ભારત માતાકી જય”, “અમર જવાન હરીશ પરમાર”, “હરીશ પરમાર અમર રહો” વગેરે.

હરીશ પરમારના સ્કૂલના મિત્રે જણાવ્યું કે તેને નાનપણથી જ અભ્યાસમાં ઓછો અને દેશસેવામાં વધારે રસ હતો અને તે હંમેશા અમને પણ આર્મીમાં જોઇન કરવાનું કહેતો.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.