રાજકારણમાં ઉથલપાથલ / હાર્દિક પટેલ આપમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે વાટાઘાટો શરૂ

મિત્રો ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે પાટીદાર સમાજના અગ્રણી નરેશભાઈ પટેલ રાજકારણમાં પ્રવેશ કરવાના છે.

જોકે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે હજુ સુધીમાં નક્કી નથી, આ પહેલા પણ સી.આર.પાટીલ અને રૂપાણીએ નિવેદન આપ્યા હતા પરંતુ નરેશ પટેલે હજુ સુધીમાં કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ખુલાસો કર્યો નથી.

આ બધાની વચ્ચે એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે.

આ ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાર્દિકને આપમાં જોડાવા માંગતા હોવાની માહિતી સામે આવી છે.

આ ઉપરાંત હાર્દિક અને અરવિંદ કેજરીવાલ વચ્ચે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની પણ માહિતી સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબમાં આપના શાનદાર પ્રદર્શન બાદ હાર્દિક આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયો હોવાની વાતો ચાલી રહી છે.

પંજાબમાં જ્વલંત સફળતા મળ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત ઉપર છે.

ગુજરાતના વર્ષ 2022 ના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અત્યારથી શરૂઆત કરી દીધી છે અને ચૂંટણી લક્ષી વિવિધ કાર્યક્રમો શરૂ કરી દીધા છે.

મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા મુખ્યપ્રધાન ભગવંત માનનો અમદાવાદમાં એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં મોટો રોડ શો અથવા પ્રચંડ રેલી કરવાનું આયોજન છે.

હાલમાં દેશમાં ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે જેમાં પંજાબમાં આપ જીતી ગયું છે.

પંજાબમાં આપે ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે અને હવે પંજાબ બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત ઉપર છે ત્યારે હવે હાર્દિક પટેલના આપમાં જોડાવાના સમાચારને લઈને રાજકારણ ગરમાયું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.