હનુમાનજીનુ ચમત્કારિક મંદિર : અહીં તૂટેલા હાડકા આપોઆપ જોડાઈ જાય છે !!
મિત્રો મધ્યપ્રદેશના કટની જિલ્લાથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું એક મોહાસ નામના ગામમાં હનુમાનજીનું ખૂબ જ પ્રખ્યાત મંદિર આવેલું છે. મિત્રો આ મંદિરમાં એવા ચમત્કાર થાય છે જે ખૂબ જ અદભુત અને અકલ્પનીય છે.
જેટલી ભીડ કોઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં હોય એના કરતાં વધારે ભીડ અહીંયા જોવા મળે છે.
મંદિરેથી કોઈ ભક્ત ખાલી હાથે પાછો ફરતો નથી. આ મંદિરે ખાસ કરીને હાડકાના રોગથી પીડાતા લોકો આવે છે અને ખુશીથી ઘરે જાય છે. આ મંદિરે ઘણા દર્દીઓ સ્ટ્રેચર પર આવે છે તો કેટલાક લોકો એમ્બ્યુલન્સમાં પણ આવે છે.
કારણકે અહીંયા હાડકાના રોગથી પીડિત લોકોનો ઈલાજ સ્વયં ભગવાન હનુમાનજી કરે છે.
એવું કહેવાય છે કે જે લોકો આ મંદિરમાં જાય છે તેના તૂટેલા હાડકા આપોઆપ જોડાઈ જાય છે. આ મંદિરેથી દરરોજ દવા આપવામાં આવે છે પરંતુ શનિવાર અને મંગળવારે આજે દવા આપે છે તેની અસર વધારે થાય છે તેટલા માટે આ બે દિવસ દર્દીઓનો ધસારો વધુ જોવા મળે છે.
ત્યાંના સ્થાનિક લોકો એવું કહે છે કે અહીં દરરોજ લાખો દર્દીઓ આવે છે પરંતુ કોઈ નિરાશ થઈને પાછું જતું નથી. આ ઉપરાંત હાડકાના દુખાવા જેવી બીમારીઓ મટાડવા માટે મંદિરની બહાર આવેલી દુકાનોમાં પણ તેલ વેચાય છે.
મિત્રો હનુમાનજીના આ મંદિરને હાડકા જોડવા વાળા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે, જે પીડિત આ મંદિર ઉપર આવે છે તેને આંખો બંધ કરીને ભગવાન શ્રી રામના નામનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.
જ્યારે પીડિત પોતાની આંખ બંધ કરીને જાપ કરવામાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે ઋષિમુનિઓ તેના સહયોગીઓ દ્વારા દર્દીને થોડી દવા ખવડાવી દેવામાં આવે છે જે અનેક પ્રકારની ઔષધિઓમાંથી બનાવવામાં આવેલી હોય છે અને તે પણ એક પ્રાકૃતિક દવા છે.
આ દવા પીડિત વ્યક્તિએ ચાવીને ખાવી પડે છે અને દવા લીધા પછી વ્યક્તિને ઘરે જવાનું કહેવામાં આવે છે અને ત્યાર પછી દવાની અસર અને હનુમાનજીના આશીર્વાદથી હાડકા આપોઆપ જોડાઈ જાય છે.
મિત્રો ખાસ વાત તો એ છે કે અહીંયા દવાની કોઈ કિંમત નથી એટલે કે દવા મફતમાં આપવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી શ્રદ્ધાપૂર્વક કઈ દાન આપવા માંગતો હોય તો ત્યાં દાનપેટી રાખેલી છે તેમાં દાન કરી શકે છે.
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.
આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.
ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.
જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.